વિદેશિની : પન્ના નાયકનાં કાવ્યો સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે?!

A chinese lion statue

અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.

અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’

તરફડાટ એટલે ? -પન્ના નાયક

March 2nd, 2009

તરફડાટ એટલે ?
તમે કહેશો,
જલ બહાર આણેલા
કોઇ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

– પન્ના નાયક

સ્નેપશોટ -પન્ના નાયક

March 2nd, 2009

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.

આ ખુશીનો
સ્નેપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?

– પન્ના નાયક

કેમ છો?!

March 2nd, 2009

આ બ્લોગ પર પન્નાબેન નાયકનાં ‘વિદેશિની’ પુસ્તકમાંથી લીધેલાં અને નવાં કાવ્યો મૂકવામાં આવશે…! 

આશા છે કે થોડા વખતમાં આ બ્લોગ પન્નાઆંટી જાતે ચલાવતા થઈ જાય… 🙂

« Prev